You are here: Homeविशेष ख़बरें આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે તા. ૨૩-૦૩-૨૦૧૯ ના રોજ “નેચરોપથી - સ્વસ્થ રહો, મસ્ત રહો” વિષય પરનું ૮૭મું પ્રવચન યોજાશે.

આર્ષ’ શોધ સંસ્થાન દ્વારા હરિમંદિર, અક્ષરધામ ખાતે તા. ૨૩-૦૩-૨૦૧૯ ના રોજ “નેચરોપથી - સ્વસ્થ રહો, મસ્ત રહો” વિષય પરનું ૮૭મું પ્રવચન યોજાશે. Featured

Written by  Published in Special Wednesday, 13 March 2019 03:42
Rate this item
(0 votes)

વર્ષોથી માનવી પોતાના સ્વાસ્થ્યને માટે ઝઝુમી રહ્યો છે અને તેને લઈને અત્યાર સુધીમાં આરોગ્યને લગતી જુદી જુદી ચિકિત્સાપદ્ધતિઓ જેવી કે એલોપથી, હોમિયોપથી, આયુર્વેદ, યુનાની વગેરેની શોધો થઈ. પણ નેચરોપથી(કુદરતી સારવાર) એ માનવીનાંઅસ્તિત્વ જેટલી જુની પદ્ધતિ છે. જે પાંચ તત્ત્વો- પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશથી આપણું શરીર બન્યું છે, એજ તત્ત્વો દ્વારાશરીરની સારવાર એનું નામ નેચરોપથી. ફળો, તાજા શાકભાજી વગેરેનો યથાયોગ્ય ઉપયોગ, નિયમિત રીતે દર મહિને ઉપવાસ કરવાઆદિ નેચરોપથીની પાયાની વાત છે. શરીરના સારા સ્વાસ્થ્ય માટે નિયમિત ઉપવાસ કરવાના વિષય પર તો જાપાનના યોશિનોરીઓહસુમી સાયન્ટિસ્ટને ૨૦૧૬નું નોબેલ ઈનામ પણ મળેલ છે.

          રોગ નિવારણની આધુનિક ચિકિત્સા પદ્ધતિથી થાકેલા, હારેલા અને નિરાશ લાખો દર્દીઓએ ગુમાવેલું સ્વાસ્થ્ય પાછું મેળવવા અનેઆજીવન સ્વસ્થ રહેવા રોગમુક્તિના રાજમાર્ગ સમાન ‘નેચરોપથી’ ચિકિત્સા પદ્ધતિ તરફ વળી રહ્યા છે. કબજિયાતથી કેન્સર જેવાહઠીલા રોગો પર પણ આ પદ્ધતિ સફળ પુરવાર થયેલી છે.

 ‘નેચરોપથી’ ચિકિત્સા પદ્ધતિની વિશેષ જાણકારી માટે ‘આર્ષ’ અક્ષરધામ, ગાંધીનગર દ્વારા આર્ષ ત્રૈમાસિક પ્રવચનમાળા અંતર્ગતતા.૨૩/૦૩/૨૦૧૯ને શનિવારે સાંજે ૦૪-૩૦ થી ૦૭-૦૦ કલાક દરમ્યાન અક્ષરધામ હરિમંદિર ખાતે “નેચરોપથી - સ્વસ્થ રહોમસ્તરહો વિષય પર આ ક્ષેત્રનો બહોળો અનુભવ ધરાવનાર અને કેટલાક અસાધ્ય રોગોના દર્દીઓને રોગમુક્ત કરનાર નિહાર આરોગ્ય મંદિર, અમદાવાદના આયુર્ગુરુ શ્રી મુકેશભાઈ પટેલના પ્રવચનનું આયોજન કરવામાં આવેલ છે.

  આ પ્રવચનનો લાભ લેવા સુજ્ઞ નાગરીકોને ભાવભર્યું નિમંત્રણ છે. 

Submit to DeliciousSubmit to DiggSubmit to FacebookSubmit to Google PlusSubmit to StumbleuponSubmit to TechnoratiSubmit to TwitterSubmit to LinkedIn
Read 75 times Last modified on Wednesday, 13 March 2019 03:44

Latest from India Highlight

Login to post comments

फोटो गैलरी

Contact Us

    • Address: INDIA HIGHLIGHT, KRISHNA NEWS NETWORKS,
    • AT & POST: SANJAN-396150
    • SURATINDIA HIGHLIGHT, KRISHNA NEWS NETWORKS,
    • 84-ARIHANT PARK, CHAPPRA BHATHA ROAD, AMROLI, SURAT
    • Mob: +91.9228407101 Email: This email address is being protected from spambots. You need JavaScript enabled to view it.  Website: http://indiahighlight.org/

3d Printer

About Us

India Highlight is one of the renowned media group in print and web media. It has earned appreciation from various eminent media personalities and readers. ‘India highlight’ is founded by Mr. Pinal Patel.